Learn to speak English absolutely free with Duolingo:ડયુઓલિંગો એપ્લિકેશન સાથે અંગ્રેજી શીખો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Learn to speak English absolutely free with Duolingo: ડયુઓલિંગો એફ સાથે તમે અંગ્રેજી શીખી શકો છો. માત્ર રમત રમતમાં તમારું અંગ્રેજી સુધરી શકશે. તમે હાલમાં જે અંગ્રેજી ભાષા બોલો છો તેને સુધારવા માટે દરરોજ ડયુઓલિંગો એપ્લિકેશનનો ઉપયોગ કરો. આ એપ્લિકેશન દ્વારા તમે અંગ્રેજીમાં માસ્ટર માઈન્ડ બની શકો છો. આપ શું છે અને ડયુઓલિંગો એપ્લિકેશન શું છે? અને કેવી રીતે કામ કરે છે? તમે આ એપ દ્વારા કેવી રીતે અંગ્રેજી શીખી શકો છો. તે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

Learn to speak English absolutely free with Duolingo:ડયુઓલિંગો એપ્લિકેશન સાથે અંગ્રેજી શીખો:

ડયુઓલિંગો શું છે?

Learn to speak English absolutely free with Duolingo : ડયુઓલિંગો એક એવી એપ્લિકેશન છે જેના દ્વારા તમે ઘરે બેઠા અંગ્રેજી ભાષા શીખી શકો છો. તમે તમારી ભાષામાં સુધાર કરી શકો છો. આ એપ દ્વારા માત્ર અંગ્રેજી જ નહીં પરંતુ અન્ય ઘણી બધી ભાષાઓનું જ્ઞાન તમે મેળવી શકો છો. આ એપ એક ગેમ દ્વારા તમને ભાષા શીખવાડે છે. જેમ જેમ તમે ગેમમાં આગળ વધો છો તેમ તેમ તમારી ભાષામાં સુધારો થાય છે. આ એપ્લિકેશનનો એકદમ ફ્રી ઉપયોગ કરી શકાય છે. આ એપ દ્વારા તમે અંગ્રેજી ભાષા એકદમ સરળતાથી અને મફતમાં શીખી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લીંક આ લેખમાં સૌથી છેલ્લે આપેલ છે. આ એપ વિશે વધારે માહિતી જાણવા અમારા લેખને છેલ્લે સુધી વાંચો.

વિશ્વભરમાં ડયુઓલિંગો એપનો ઉપયોગ:

આખા વિશ્વમાં ડયુઓલિંગો એપ નો ઉપયોગ અંદાજે 120 મિલિયન લોકો કરે છે. આ એપ્લિકેશન આટલી મોટી સંખ્યા દ્વારા ડાઉનલોડ કરવામાં આવે છે. તેથી જ અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યા ઉકેલવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે. આ એપ્લિકેશન દ્વારા અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓ પણ શીખી શકાય છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યા બાદ લાગ્યું કે આ ભાષા શીખવતી એપ્લિકેશન તમારી સાથે પણ શેર કરવી જોઈએ. ડયુઓલિંગો એપ્લિકેશન સાથે અંગ્રેજી તથા અન્ય ભાષાઓ શીખવી ખૂબ જ સરળ અને રોમાંચક બની ગઈ છે.

ડયુઓલિંગો એપ દ્વારા અંગ્રેજી કેવી રીતે શીખવું?

સૌપ્રથમ play store માંથી ડયુઓલિંગો એપ્લિકેશન ડાઉનલોડ કરવી. એપ્લિકેશન ની મદદથી તમે 21 અલગ અલગ ભાષાઓ પસંદ કરી શકો છો. તમારે જે ભાષા શીખવું હોય તે ભાષા પસંદ કરી શકો છો. અંગ્રેજી, ફ્રેંચ, જર્મની, ઇટાલિયન, સ્પેનિશ જેવી ભાષાઓ તમે આ એપ્લિકેશન દ્વારા શીખી શકો છો. આ એપ્લિકેશન દ્વારા વિવિધ ભાષાઓ કેવી રીતે શીખવી તે નીચે મુજબ જણાવેલ છે.

  • એપ્લિકેશન શરૂ કરતા તમારે જે ભાષા શીખવી હોય તે સિલેક્ટ કરવાની રહેશે.
  • ત્યારબાદ ભાષા અનુસાર આગળ એક પ્રક્રિયા થશે.
  • ભાષા પસંદ કર્યા બાદ એપ્લિકેશન દ્વારા પૂછવામાં આવશે કે તમે દરરોજ કેટલા સમય સુધી ભાષા શીખવા માંગો છો.
  • જો તમે બેઝિક થી શીખવા માંગતા હોય અથવા તો તમને તે ભાષાનું થોડું ઘણું જ્ઞાન હોય તો આપેલ વિકલ્પોમાંથી એક પસંદ કરવાનું રહેશે.
  • આ એપ તમે પસંદ કરેલા વિકલ્પો અનુસાર આખું સેટઅપ તૈયાર કરશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એપ્લિકેશન તમને પરીક્ષણમાં લઈ જશે.
  • ત્યારબાદ તમને પસંદ કરેલ ભાષાને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે.
  • પરીક્ષણ પૂર્ણ થયા બાદ તમારે પ્રોફાઈલ બનાવવાની રહેશે.
  • પ્રોફાઈલ બનાવવા થી એપ્લિકેશન માં તમારી દૈનિક પ્રેક્ટિસ સેવ રહેશે.

પ્રોફાઈલ બનાવ્યા પછી એપ્લિકેશન તમને તેના હોમ પેજ પર લઈ જશે જ્યાં તમે બધા પાઠ જોઈ શકશો અને તમારા પાઠની પ્રગતિ જોઈ શકશો. દરેક પાઠ પૂરો થતા એપ્લિકેશન દ્વારા તમને ડાયમંડ આપવામાં આવે છે.

ડયુઓલિંગો એપ્લિકેશન ના ફાયદા:

  • વિઝયુલાઈઝેશન: આ એપ્લિકેશન ઘણી બધી છબીઓ અને પ્રતિકો સાથે કામ કરે છે. જેના દ્વારા તમને શીખવા અને યાદ રાખવામાં મદદ મળે છે.
  • સ્પષ્ટતા: આ એપ્લિકેશન વાપરવામાં ખૂબ જ સહેલી છે અને તેમાં તમને ઓપ્શનનો જોવા મળી રહે છે.
  • ઓડિયો: આ એપ્લિકેશનમાં જે તમે શીખો છો તે મોટા અવાજે બોલવામાં આવે છે. જેથી તમને બોલવાની અને યાદ રાખવા ની પ્રેક્ટિસ થાય છે.
  • સરળ શિક્ષણ: જે શબ્દ તમે બોલવામાં અથવા સમજવામાં મુશ્કેલી અનુભવો છો તે શબ્દનું વ્યાકરણ આપવામાં આવેલ હોય છે. લગભગ દરેક કાર્યમાં વ્યાકરણના નિયમો સમજાવવામાં આવ્યા છે.
  • અસરકારક લર્નિંગ એપ્લિકેશન: આ એપ્લિકેશનમાં તમે જે પહેલા શીખ્યા છો તેનું પુનરાવર્તન કરાવવામાં આવે છે. જેથી શીખેલું વધારે મજબૂત બને છે.
  • કિંમત: આ એપ્લિકેશન તદ્દન ફ્રી માં ઉપયોગ કરી શકાય છે. આ એપ્લિકેશન દ્વારા કોઈ પણ પૈસા ચૂકવ્યા વિના 21 વિવિધ ભાષાઓ શીખી શકાય છે.

ડયુઓલિંગો ડાઉનલોડ કરવાની રીત:

  • આ એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
  • આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે.
  • પ્લે સ્ટોર પર જઈ ડયુઓલિંગો એપ સર્ચ કરીને ડાઉનલોડ કરવી.
  • ડયુઓલિંગો એપ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક નો ઉપયોગ કરી શકાય છે.
  • આ લીંક તમને સીધા જ ડયુઓલિંગો એપ ડાઉનલોડ પેજ પર લઈ જશે.

Author

  • Rinku Yadav

    Rinku Yadav एक अनुभवी कंटेंट लेखक हैं, जिनके पास 5 सालों का लेखन अनुभव है। वे Sarkari Yojana, Exam, Tech, Auto और Results के क्षेत्र में विशेषज्ञता रखते हैं। उनके लेख स्पष्ट, सटीक और पाठकों के लिए बेहद उपयोगी होते हैं।

    View all posts

Leave a Comment

PM Kisan 18th Installment Date: अपने क़िस्त का स्टेटस चेक करे Ranveer Allahbadia का YouTube चैनल हुआ हैक, डिलीट हुए सभी वीडियो Rajasthan CET Admit Card 2024 Link: परीक्षा 27 को नहीं 2 अक्टूबर को होगी Ration Card 2024 KYC Kare: जल्दी करें KYC नहीं कट जाएगा लिस्ट से नाम CBSE Board Time Table 2025 PDF: इस दिन से परीक्षा शुरू Date Sheet Link